Coronavirus (COVID-19) ના ફેલાવા બાબતમાં જાણકારી, તાજી માહિતી અને સલાહ.
Information, updates and advice about the outbreak of coronavirus (COVID-19).
આ પાનાં પર (On this page)

જો તેમને ચિંતાજનક લાગતું હોય તો, coronavirus ની હોટલાઇન ૧૮૦૦ ૬૭૫ ૩૯૮ પર ફોન કરો (૨૪ ક્લાક).
જો તમારે દુભાષિયાની જરૂર હોય તો, TIS National ને ૧૩૧ ૪૫૦ પર ફોન કરો.
ત્રણ શૂન્ય (૦૦૦)નો ઉપયોગ આપાત કાળમાં જ કરશો.

તમારે શું યાદ રાખવું જોઈએ (What you must remember)

 • જો તમને coronavirus ના લક્ષણો હોઇ, તો તમારે પરીક્ષણ કરાવું જ જોઇએ.
 • જો તમને માંદગી લાગે, તો ઘરે જ રહો. કુટુંબની મુલાકાત ન લો અથવા કોઈ કામ પર ન જાઓ.
 • તમારા હાથ ધુઓ, જ્યારે તમને ઉધરસ અથવા છીંક આવે ત્યારે તમારા મોં અને નાકને રુમાલ અથવા કોણીથી ઢાંકી લો અને તમે જે લોકો સાથે ન રહેતા હો, તેમનાથી ૧.૫ મીટરનું સુરક્ષિત અંતર જાળવો.
 • જો તમે કરી શકો તો, તમારે ઘરેથી કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
 • જો પરિસ્થિતિ બદલાય તો મુખ્ય આરોગ્ય અધિકારી (Chief Health Officer) પ્રતિબંધોને બદલી શકે છે.

વિક્ટોરિયામાં અદ્યતન પ્રતિબંધો (Latest restrictions in Victoria)

2 જુલાઈથી, વિક્ટોરિયાના અમુક વિસ્તારોમાં વિવિધ પ્રતિબંધો લાગુ થાય છે.

વિક્ટોરિયામાં રાજ્યવ્યાપી પ્રતિબંધો

૨ જુલાઈથી,

 • શોપિંગ સેન્ટર્સ અને ખૂલ્લામાં હોય તેવા બજારોએ ગ્રાહકોની સંખ્યા મર્યાદિત રાખવી પડશે .
 • જે લોકો પ્રતિબંધિત વિસ્તારોની બહાર રહે છે, તે ફક્ત ચાર કારણોસર જ તે વિસ્તારોમાં જઇ શકે છે:

૧. ખોરાક અથવા અન્ય આવશ્યક વસ્તુઓની ખરીદી માટે.

૨. સંભાળ પ્રદાન કરવા માટે, કરુણાપૂર્ણ કારણોસર અથવા તબીબી સારવાર મેળવવા માટે.

૩. ખૂલ્લામાં કસરત કરવા માટે.

૪. કામ અથવા શિક્ષણ, જો તમે ઘરેથી કામ અથવા અભ્યાસ કરી શકો તેમ ના હો.

૨૨ જૂનથી (નીચેના) પ્રતિબંધો હજી પણ આખા વિક્ટોરિયામાં લાગુ પડે છે. આ ઉપરાંત:

પ્રતિબંધિત વિસ્તારો

૨ જુલાઈથી, ૩જા સ્તરના ઘરે રહો (Stage 3 Stay at Home) પ્રતિબંધો આ વિસ્તારોમાં લાગુ પડે છે:

 • 3038 – Keilor Downs, Keilor Lodge, Taylors Lakes, Watergardens
 • 3021 – Albanvale, Kealba, Kings Park, St Albans
 • 3012 – Brooklyn, Kingsville, Maidstone, Tottenham, West Footscray
 • 3042 – Airport West, Keilor Park, Niddrie, Niddrie North
 • 3064 – Craigieburn, Donnybrook, Mickleham, Roxburgh Park, Kalkallo
 • 3047 – Broadmeadows, Dallas, Jacana
 • 3060 – Fawkner
 • 3032 – Ascot Vale, Highpoint City, Maribyrnong, Travancore
 • 3046 – Glenroy, Hadfield, Oak Park
 • 3055 – Brunswick South, Brunswick West, Moonee Vale, Moreland West

and from 5 July

 • 3031 – Kensington, Flemington
 • 3051 – North Melbourne, Hotham Hill

૨ જુલાઈથી, જો તમે આ વિસ્તારમાંથી કોઈ એકમાં રહો છો, તો ફક્ત ચાર કારણોસર જતમે ઘરેથી નીકળી શકો છો:

૧. ખોરાક અથવા અન્ય આવશ્યક વસ્તુઓની ખરીદી માટે.

૨. સંભાળ પ્રદાન કરવા માટે, કરુણાપૂર્ણ કારણોસર અથવા તબીબી સારવાર મેળવવા માટે.

૩. કસરત કરવા માટે (ખૂલ્લામાં કસરત, ફક્ત એક અન્ય વ્યક્તિ અથવા તમારા ઘરના સભ્યો સાથે).

૪. કામ અથવા શિક્ષણ, જો તમે ઘરેથી કામ અથવા અભ્યાસ કરી શકો તેમ ના હો.

મુલાકાતીઓ તમારા ઘરે ન આવી શકે અથવા સંભાળ અને કરુણાપૂર્ણ કારણો સિવાય તમે અન્ય લોકોની મુલાકાત લઇ શકો નહિં.ઉપર જણાવેલ ચાર કારણોમાંથી એક સિવાય તમે મુસાફરી કરી શકતા નથી.

આ વિસ્તારોમાં પ્રવૃત્તિઓ અને સ્થળો પર પ્રતિબંધો લાગુ થશે:

 • રેસ્ટોરાં અને કાફે ફક્ત ટેકઅવે અને હોમ ડિલિવરી આપી શકે છે.
 • પબ્સ, બાર અને ક્લબ્સ બંધ રહેશે, સિવાય કે ટેકઅવે ખોરાક અથવા દારૂ માટે.
 • હેરડ્રેસર અને વાળંદ સિવાય સુંદરતા અને વ્યક્તિગત સંભાળ સેવાઓ બંધ જ રહેવી જોઇએ.
 • ગ્રંથાલયો, સમુદાય સ્થળો, રમતગમત કેન્દ્રો અને રજાઓ માટેના આવાસ બંધ રહેશે.
 • પ્રદર્શનો, સંગ્રહાલયો, ઐતિહાસિક સ્થળો, પ્રાણી સંગ્રહાલય, આઉટડોર એમ્યુઝમેન્ટ પાર્ક અને આર્કેડ્સ, રમત કેન્દ્રો, ઇન્ડોર અને ડ્રાઇવ-ઇન સિનેમાઘરો, કોન્સર્ટ સ્થળો, થિયેટરો, ઓડિટોરિયમ, એરેના, સ્ટેડિયમ, કેસિનો અને ગેમિંગ બંધ રહેશે.
 • જીમ, તાલીમ સુવિધાઓ અને પૂલ સહિતની ઇન્ડોર અને આઉટડોર રમતો સુવિધાઓ બંધ રહેશે. બે સહભાગીઓ વત્તા પ્રશિક્ષકની મર્યાદા સાથે બહારની તાલીમની મંજૂરી છે.
 • લગ્ન પાંચ લોકો (દંપતી, બે સાક્ષી અને લગ્ન કરાવનાર) સુધી મર્યાદિત રહેશે.
 • અંતિમ સંસ્કાર ૧૦ શોક કરનારા ઉપરાંત અંતિમ સંસ્કાર કરવા માટે જરૂરી લોકો માટે પ્રતિબંધિત રહેશે.
 • કોઈ ખાનગી નિવાસસ્થાનમાં યોજાયેલા લગ્ન અથવા અંતિમવિધિ ઘરના સભ્યો ઉપરાંત વિધિ કરાવનાર જરૂરી લોકો સુધી મર્યાદિત રહેશે, .

ધાર્મિક વિધિ અને પૂજા ફક્ત ઓનલાઇન સ્ટ્રીમ દ્વારા જ કરી શકાય છે.

જ્યારે ત્રીજું સત્ર શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકે છે.

જો તમે પ્રતિબંધિત વિસ્તારોમાંના એકમાં રહેતા હો અને હાલમાં રજા માણવા ગયા છો તો, તમે તમારી રજા ચાલુ રાખી શકો છો.

COVID-19 સમુદાય સંપર્ક અને વિસ્તારોમાં પરીક્ષણમાં વધારો (COVID-19 community engagement and increased testing in suburbs)

જે વિસ્તારોમાં કોરોનાવાયરસનો ફેલાવો વધ્યો છે, ત્યાં અમે માહિતી અને પરીક્ષણ પ્રદાન કરવા માટે લોકોના ઘરે ઘરે જઈશું.

આ માહિતીમાં ક્યાં પરીક્ષણ કરાવું અને જો તમારે સ્વ-અલગ થવાની જરૂર હોય તો નાણાકીય અને અન્ય મદદ કેવી રીતે મેળવવી તે શામેલ છે.

જો લોકો તમારા વિસ્તારમાં ઘરે ઘરે આવી માહિતી આપનારા ફરતા હશે, તો તમને એસએમએસ દ્વારા લેખિત સંદેશ મળશે.

જો લોકો તમારા ઘરે આવીને માહિતી આપનારા અમારા લોકો જોડે વાત કરવા માટે દુભાષિયાની જરૂર હોય તો ૧૩૧ ૪૫૦ પર TIS National ને ફોન કરો.

આ ઉપનગરોમાં મોબાઇલ પરીક્ષણ, ઘરે સ્વોબ અને લાળ પરીક્ષણો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વર્તમાન પ્રતિબંધો –સિવાય કે તમે પ્રતિબંધિત વિસ્તારોમાં છો (Current restrictions – unless you are in a restricted postcode)

 • તમારા હાથ ધોવા, જ્યારે તમને ઉધરસ અથવા છીંક આવે ત્યારે તમારા મોં અને નાકને ઢાંકી લો અને અન્ય લોકોથી ૧.૫ મીટરનું સુરક્ષિત અંતર જાળવો.
 • જો તમે માંદા હો, તો ઘરે જ રહો. કુટુંબની મુલાકાત ન લો અથવા કામ પર ન જાઓ.
 • જો તમને કોરોનાવાયરસ (Coronavirus) ના લક્ષણો છે, તો તમારે પરીક્ષણ કરાવવું જ જોઇએ.
 • જો તમે કરી શકો તો, તમારે ઘરેથી કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. 
 • જો તમે કુટુંબ અથવા મિત્રોની મુલાકાત લેતા હો, તો તમારે તમારું અંતર રાખવું જ જોઇએ – હાથ મિલાવવા નહીં અને કોઈને ભેટવું નહીં. આ તમને તમારા પ્રિયજનોનું રક્ષણ કરવામાં મદદ કરશે.
 • જો પરિસ્થિતિ બદલાય, તો મુખ્ય આરોગ્ય અધિકારી (Chief Health Officer) પ્રતિબંધોને બદલી શકે છે.

૨૧ જૂન ૨૦૨૦ ને રવિવારના ૧૧:૫૯ વાગ્યાથી, કેટલાક પ્રતિબંધો બદલાયા છે. કેટલાક પ્રતિબંધો, કે જેની ઘોષણા કરવામાં આવી હતી, તેમાં  વિલંબ અથવા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમકે એકત્ર થઈ શકે તેવા લોકોની સંખ્યાને ઘટાડવામાં આવી છે. . વિક્ટોરિયામાં કોરોનાવાયરસ (Coronavirus)ના કેસોની સંખ્યામાં વધારો થયો છે, તેથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. 

૨૨ જૂનથી, ૫ લોકો થી વધુ આવું કરી શકશે નહીં:

 • એક સમયે તમારા ઘરે મુલાકાત લેવી.

૨૨ જૂનથી, ૧૦ લોકો સુધી આ કરી શકાશે:

 • જાહેરમાં, અંદર અથવા બહાર એકઠા થવું.

૨૨ જૂનથી, ૨૦ લોકો સુધી આ કરી શકાશે:

 • એક ઓરડામાં ૨૦ જેટલા લોકો એક સાથે હોય તેવા, કોઈ રેસ્ટોરન્ટ, કાફે, પબ અથવા બાર પર જઇ શકો છો. ભોજન વિના દારૂ પીરસી શકાય છે, પરંતુ મહેમાનો  બેઠેલા હોવા જોઈએ. એક જૂથમાં આવેલા લોકો માટે મહત્તમ જૂથ કદ ૧૦ લોકોનું હોય શકે.
 • ઘરની અંદર અથવા બહાર રમત અને કસરત કરો. જિમ અને સ્વિમિંગ પુલ સહિતના રમત કેન્દ્રો પર જાઓ. દરેક જૂથ પ્રવૃત્તિ માટે વર્ગો ૧૦ લોકો સુધી મર્યાદિત છે. 
 • કાર્યક્રમનું આયોજન કરનાર લોકો ઉપરાંત, કોઈ પૂજા સ્થળ અથવા નાના ધાર્મિક સમારોહમાં જઇ શકે છે.
 • બ્યુટી સલૂન અથવા સ્પા, અથવા ટેનિંગ, વાળ દૂર કરવા, હાથ તથા નખની સાજસંભાળ, ટેટૂ અથવા મસાજ સલૂન પર જઇ શકે છે.
 • લગ્ન કરાવનાર અને દંપતી ઉપરાંત લગ્નમાં જોડાઇ શકે છે. જો વિધિ કોઈ ખાનગી મકાનમાં થાય, તો લગ્ન કરાવનાર ઉપરાંત મહત્તમ ૫ મુલાકાતીઓ લગ્ન પ્રસંગમાં ભાગ લઈ શકે છે. 
 • સાંસ્કૃતિક સામાજિક કેન્દ્રો, પુસ્તકાલય અથવા સમુદાય ક્લબમાં જઇ શકે છે.
 • પ્રદર્શન, સંગ્રહાલય, સિનેમાગૃહ, થિયેટર, ઐતિહાસિક સ્થળ, આઉટડોર એમ્યુઝમેન્ટ પાર્ક અથવા પ્રાણી સંગ્રહાલયની દરેક બંધયાર (ઓરડા) જગ્યામાં એક સાથે હાજર રહી શકે છે. બહારના ખુલ્લા વિસ્તારો માટે, ચાર ચોરસ મીટર દીઠ માત્ર એક જ વ્યક્તિને મંજૂરી છે. 
 • બુક કરાવેલ આવાસ અને/અથવા કેમ્પિંગમાં રહેવા સહિત વિક્ટોરિયાની અંદરમુસાફરી  કરી શકશે. 

અંતિમ સંસ્કાર કરાવનાર વ્યક્તિ અને અન્ય અંતિમ સંસ્કાર કર્મચારી ઉપરાંત, ૫૦ લોકો અંતિમ સંસ્કારમાં (અંદર અથવા બહાર) ભાગ લઈ શકે છે. જો અંતિમ સંસ્કાર કોઈ ખાનગી મકાનમાં હોય, તો વધુમાં વધુ ૫ શોકાતુર હાજરી આપી શકે છે.

સમુદાય રમતગમત: સંપર્કવાળી રમતની તાલીમ અને સ્પર્ધા ૧૮ વર્ષ કે તેથી નીચેની ઉંમરના લોકો માટે ફરી શરૂ થઈ શકે છે. સંપર્ક વિનાની રમતગમતની સ્પર્ધાઓ તમામ વય માટે ફરી શરૂ થઈ શકે છે.

સાવચેત રહેવાનું યાદ રાખો, તમારી પોતાની રક્ષા કરો અને તમારી સૂઝબૂઝનો ઉપયોગ કરો. જો તમે ઘરેથી કામ કરી શકો છો, તો તમારે ઘરેથી જ કામ કરવું જોઈએ.ફક્ત જરૂરિયાત પૂરતું જ બહાર જવાનું રાખો.

કોરોનાવાયરસ(Coronavirus) હોવાનું નિદાન થયું છે તેવા અથવા પુષ્ટિ થયેલ કેસના નજીકના સંપર્કમાં હોય, તેવા વિક્ટોરિયાના પાત્ર કામદારોને ટેકો આપવા માટે એક વખતની $૧૫૦૦ની ચુકવણી ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે, ૧૮૦૦ ૬૭૫ ૩૯૮ (દિવસના ૨૪ કલાક) પર કોરોનાવાયરસ(Coronavirus) હેલ્પલાઈનને કોલ કરો. જો તમને દુભાષિયાની જરૂર હોય તો, TIS National ૧૩૧ ૪૫૦ પર કોલ કરો. 

સંસાધનો (Resources)

કૃપા કરી નીચેની સામગ્રીનો ઉપયોગ કરો અને ઇમેઇલ, સોશિયલ મીડિયા અથવા અન્ય સમુદાય નેટવર્ક્સ દ્વારા તમારા સમુદાયમાં વહેંચો